ઉમાશંકર જોશીએ જાન્યુઆરી ૧૯૪૭થી ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૮૪ સુધી, પૂરાં આડત્રીસ વરસ, 'સંસ્કૃતિ' સામયિક દ્વારા પત્રકારત્વ ખેડ્યું. 'જાતે વહોરેલી નવરાશથી કટાઈ ન જાઉં એ એક કારણ, પણ સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે એ મુખ્ય પ્રેરણા'... 'સંસ્કૃતિ'ના તંત્રી તરીકે ઉમાશંકર જોશીની રહી.
'લોહીમાં જ પત્રકારત્વ અંગેનો સળવળાટ' છતાં 'સ્વભાવે હું પત્રકાર નથી' એમ કહેનાર ઉમાશંકરભાઈએ સંસ્કૃતિમાં 'સમયરંગ' વિભાગમાં 'ચાલુ બનાવો' ઉપરની નોંધો, અગ્રલેખો લખ્યાં. 'સમયરંગ' અને 'શેષ સમયરંગ'માં એ સંગ્રહાયા છે. રાજકારણ કરતાં જાહેર બનાવો (પબ્લિક અફેર્સ)માં રસ લેતા કવિના આ લખાણો 'એક વ્યક્તિએ કરેલું યુગનું દર્શન છે.' 'આ નોંધો એક વ્યવસાયી પત્રકાર કે વ્યવસાયી રાજકારણ પાસેથી નહીં પણ મૂલ્યસંઘર્ષ પરત્વે અલિપ્ત ન રહી શક્તા કવિ પાસેથી મળેલી છે.'
ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વરસે 'સમયરંગ', 'શેષ સમયરંગ' અને અન્ય પુસ્તકોમાંથી કેટલીક એવી સામગ્રી કે જે 'સમયમાં રોપાયેલી છતાં સમયની પાર જવા મથતી' છે અને સમકાલીન સમયમાં પ્રસ્તુત છે તેને 'પ્રાસંગિક ઉમાશંકર' રૂપે પ્રસંગોપાત આપતા રહેવાનો ઉપક્રમ છે.
1947 સપ્ટેમ્બર o ગવર્નરોના પગારો : પુત્રનાં લક્ષણ પારણામાંથી
1947 ડિસેમ્બર o શતાબ્દીઓ
1948 મે o ગોધરા
1948 મે o મે દિન
1948 એપ્રિલ o સર્વોદયસમાજ
1948 જૂન o કેળવણીનિયોજન--`કસ્તુરભાઈ ઍન્ડ કંપની માટે?'
1948 જૂન o પહેલો ભગવાનનો વેરો માફ!
1948 જૂન o જીર્ણોદ્ધાર કોનો -- પથ્થરના કે હાડમાંસના દેવમંદિરનો?
1948 જૂન o સામ્યવાદીઓ જ આદર્શ રૂપે રહેશે?
1948 જૂન o ગાંધીજીના આત્માને આવાં સ્મારકમાં દાટશો નહિ
1948 જૂન o વાર્યા નહિ તો હાર્યા
1948 જુલાઈ o અલગતાવાદ
1948 જૂન o હૃદય બંધ પડી જવાનો સંભવ!
1948 ઓક્ટોબર o હિંદનું `ગૌરવ'
1949 ડિસેમ્બર o એક જાતનો સામ્યવાદ અનિવાર્ય : શૉનું મંતવ્ય
1951 ઓગસ્ટ o ગુજરાતમાં પુસ્તકોનો પ્રશ્ન
|