umashankarjoshi.in>In his own voice> Bhomiya Vina |
||
સ્વમુખે કવિતા ઉમાશંકર જોશીના મુક્તકોથી માંડીને દીર્ઘકાવ્યો મળીને કુલ 63 કૃતિઓ એમના અવાજમાં CD સ્વરૂપે ઉપલબ્ધ છે. [more] 'ભોમિયા વિના' કાવ્ય 1932માં વીસાપુર જેલનિવાસ દરમ્યાન એક નોટબુકમાં લખાયેલા નાટક 'મધુ-બંસરી'ના ભાગરૂપે રચાયેલું. 'કુમાર'(સપ્ટેમ્બર 1932)ના અંકમાં આ કાવ્ય 'અટૂલો' શીર્ષકથી પ્રસિદ્ધ થયું ત્યારે 'એક અપ્રગટ નાટકમાંથી' તેને લીધેલું હોવાનો ઉલ્લેખ છે. 'મધુ-બંસરી' નાટકમાં એ સમયે લખેલાં ઘણાં કાવ્યો ગૂંથેલાં છે. આ અને બીજાં અપ્રગટ નાટકો શતાબ્દી વર્ષ દરમ્યાન પ્રગટ કરાયેલા પુસ્તક 'શેષ નાટકો'માં સમાવેલાં છે.
|
This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER] |