Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us

Gangotri Trust ગંગોત્રી ટ્રસ્ટ

ઉમાશંકર જોશીએ 1946માં ગુજરાત વિદ્યાસભાના સંશોધન વિભાગના અધ્યાપકની જવાબદારી સ્વેચ્છાએ છોડ્યા પછી 1947માં 'સંસ્કૃતિ' સામયિક શરૂ કર્યું હતું. 1955માં તેમનાં પત્ની જ્યોત્સ્ના જોશીની મદદથી ગંગોત્રી ટ્રસ્ટની સ્થાપના કરી.

ટ્રસ્ટનો હેતુ 'લોકકલ્યાણના કામમાં કંઈક અલ્પ સહાયરૂપ બની શકાય' એ હતો. સાહિત્ય, કેળવણી, વિજ્ઞાન વગેરેના વિકાસ માટેની, તેમ જ સાર્વજનિક જાહેર હિતની સઘળી પ્રવૃત્તિઓ હાથ ધરવી એ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશો હતા. સાહિત્યની પ્રવૃત્તિઓમાં ટ્રસ્ટની એક મુખ્ય પ્રવૃત્તિ 'સંસ્કૃતિ' સામયિકનું સંચાલન હતી. આ ઉપરાંત 'નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા'ના અન્વયે ભારતની તેમ જ વિદેશની અનેક ભાષાઓની કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરવાની મહત્ત્વની પ્રવૃત્તિ પણ ટ્રસ્ટે હાથ ધરી છે.

ઉમાશકંર જોશીની 'સમગ્ર કવિતા' તેમ જ કાવ્યાનુવાદ (તેમણે કરેલા વિવિધ ભાષાઓના કાવ્યોના ગુજરાતી અનુવાદ) પણ ટ્રસ્ટે પ્રકાશિત કર્યા છે. ઉમાશંકર જોશીની પત્રો: ભાગ 1 (1927થી 1950)નું પ્રકાશન ટ્રસ્ટ તરફથી થઈ ચૂક્યું છે, અને પત્રો: ભાગ 2 (1951થી 1970) તથા પત્રો: ભાગ 3 (1971થી 1988)ના પ્રકાશનનું કામ ચાલુ છે.

તેમના જન્મશતાબ્દી વર્ષમાં તેમની આ વેબસાઇટ તૈયાર કરવાનું કામ પણ ટ્રસ્ટ તરફથી હાથ ધરવામાં આવ્યું છે.

સંપર્ક:
'સેતુ', 26, સરદાર પટેલ નગર, અમદાવાદ 380 006

Gangotri TrustGANGOTRI TRUST

After voluntarily retiring from the research institute Gujarat Vidyasabha in 1946, Umashankar Joshi started the publication of periodical 'Sanskriti' in 1947. In 1955 he established Gangotri Trust with the help of his wife Jyotsna Joshi.

The chief aim of the trust was ‘to lend a small helping hand in the process of the welfare of society’. Encouragement and support of activities in the fields of literature, education, science and in general activities for the overall betterment of society were the main objectives. The prime activity in the literary field was the publication of 'Sanskriti'. Apart from this, the trust has undertaken an important project of translating texts from Indian and foreign languages into Gujarati under the aegis of ‘Nisheeth Purskar Granth Mala’.

The trust has also published 'Samagra Kavita', a volume containing Umashankar Joshi's complete poems and 'Kavyanuvad', a book of poems translated by Joshi from various languages. Collection of his letters 'Umashankar Joshina Patro' Part 1 (1927 to 1950) is already published while part 2 (1951 to 1970) and part 3 (1971 to 1988) are at the production stage.

In this birth centenary year of the poet, the trust has undertaken the work creating this website.

Address: 'Setu', 26, Sardar Patel Nagar, Ahmedabad 380006, Gujarat, India.

This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]