Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us

umashankarjoshi.in>LIFE> Chronology
Umashankar Joshi: Chronology (English)


ઉમાશંકર જોશી: જીવનક્રમ | Umashankar Joshi: Chronology


1911

જન્મ: 21 જુલાઈ (અષાઢ વદ 10, વિ.સં. 1967)

જન્મસ્થળ: ઇડર રાજ્યનું ગામ બામણા, અત્યારના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં.

પિતા: જેઠાલાલ કમળજી. મૂળ શામળાજી પાસે ડુંગરોમાં આવેલા લુસડિયા ગામના. ગુજરાતી સાત ચોપડી ભણેલા. ત્રણ નાની જાગીરોના કારભારી. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ.

માતા: નવલબા (મૂળ નામ નર્મદા). ભાઈશંકર ઠાકરનાં પુત્રી. નિરક્ષર. સાત પુત્રો તથા બે પુત્રીઓનાં માતા. વયાનુક્રમે સંતાનોનાં નામ : રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચુનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર.


1916

  • યગ્યોપવિત સંસ્કાર. પાછળથી જનોઈનો ત્યાગ.

  • 1916-'20

  • બામણાની પ્રાથમિક શાળામાં શિક્ષણ.

  • 1921-'27

  • ગુજરાતી ચોથું ધોરણ ઇડર જઈ પૂરું કર્યું. તે પછી ઇડરની પ્રતાપ હાઈસ્કૂલ (એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ)માં શિક્ષણ.

  • 1927-'28

  • અમદાવાદની પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં મેટ્રિકની કક્ષાએ શિક્ષણ.

  • 1928

  • મુંબઈ યુનિવસિર્ટી તરફથી લેવાતી મેટ્રિકની પરીક્ષામાં અમદાવાદમાં પહેલે નંબરે અને મુંબઈ પ્રદેશમાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ.
  • અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રવેશ, જ્યાં 1930 સુધી અભ્યાસ.
  • ઓક્ટોબરમાં મિત્રો સાથે આબુનો પ્રવાસ. પ્રથમ કાવ્ય `નખી સરોવર ઉપર શરત્પૂણિર્મા'ની રચના.

  • 1929

  • બીજી જાન્યુઆરીથી શરૂ થયેલી, 34 દિવસ ચાલેલી ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓની હડતાળમાં સામેલ.
  • કોલેજના પ્રથમ વર્ષમાં ત્રીજા વર્ગમાં ઉત્તીર્ણ.

  • 1930

  • કોલેજના બીજા વર્ષની પરીક્ષા આપી.
  • સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય. એપ્રિલના આરંભથી સત્યાગ્રહી તરીકે વીરમગામ છાવણીમાં.

  • 1930-'31

  • પહેલો જેલનિવાસ. ચૌદ અઠવાડિયાનો, નવેમ્બર 1930થી; સાબરમતી જેલ તથા યરવડાની તંબુજેલમાં.

  • 1931

  • એપ્રિલમાં કરાંચીમાં મળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી.
  • કોલેજમાં ન જોડાતાં, જૂનથી વરસના અંત સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં નિવાસ.
  •   વિશ્વશાંતિ ખંડકાવ્યનું આ દરમ્યાન સર્જન અને પ્રકાશન.


    1932

  • બીજો જેલનિવાસ, આઠ માસનો; સાબરમતી તથા વીસાપુર જેલમાં.

  • 1933

  • પૂણેમાં દેવદાસ ગાંધીને પ્રચાર-પ્રસારકાર્યમાં સહયોગ.

  • 1934

  • એપ્રિલમાં પિતાનું અવસાન.
  • મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં બી.એ.ના ત્રીજા વર્ષમાં પ્રવેશ.
  •   ગંગોત્રી(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.


    1936

  • અર્થશાસ્ત્ર (મુખ્ય) તથા ઇતિહાસ (ગૌણ) વિષયો સાથે મુંબઈ યુનિવસિર્ટીની બી.એ. ઓનર્સ પરીક્ષામાં બીજા વર્ગમાં ઉત્તીર્ણ.
  • મુંબઈમાં પ્રગતિશીલ લેખક સંઘ (Progressive Writer' Association) સ્થાપવામાં સક્રિય હિસ્સો.
  •   સાપના ભારા(એકાંકીસંગ્રહ)નું પ્રકાશન.


    1937

  • 25 મે, બુદ્ધપૂણિર્માને દિવસે જ્યોત્સ્ના નૃ. જોશી (કર્વે યુનિવસિર્ટીનાં સ્નાતક) સાથે લગ્ન. આને કારણે કુટુંબ સાથે નાતમાંથી બહિષ્કૃત.
  • મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ શાળામાં શિક્ષક.
  •   શ્રાવણી મેળો(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન.

      ગાંધી કાવ્યસંગ્રહનું સંપાદન, સ્નેહરશ્મિ સાથે.


    1938

  • ગુજરાતી (મુખ્ય) તથા સંસ્કૃત (ગૌણ) વિષયો લઈ મુંબઈ યુનિવસિર્ટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ.
  • સિડનહામ કોલેજ ઓફ કોમર્સ અને ઇકોનોમિક્સ(મુંબઈ)માં ગુજરાતીના પાર્ટ ટાઇમ અધ્યાપક, 1939 સુધી.
  • કલકત્તામાં રવીન્દ્રનાથ ટાગોરના પ્રમુખપદે યોજાયેલી ભારતીય લેખક પરિષદની એક બેઠકમાં પ્રમુખ તરીકે ભાગ લેવા નિમંત્રણ, પરંતુ સગવડના અભાવે ન જઈ શકાયું.
  •   ત્રણ અર્ધું બે અને બીજી વાતો(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન.


    1939

  • અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા) દ્વારા શરૂ થતા અનુસ્નાતક અધ્યયનસંશોધન વિભાગમાં અધ્યાપક તરીકે નિયુક્તિ.
  • રણજિતરામ સુવર્ણચંદ્રક, ગંગોત્રી માટે.
  •   નિશીથ(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.

      ગુલે પોલાંડ(પોલેન્ડના કવિ આદમ મિકીયેવિટ્ઝનાં કાવ્યોના અનુવાદ)નું પ્રકાશન.


    1940

      પારકાં જણ્યાં(નવલકથા)નું પ્રકાશન.

      આનંદશંકર ધુવ્રકૃત કાવ્યતત્ત્વવિચારનું સંપાદન, રા. વિ. પાઠક સાથે.


    1941

  • પુત્રી નંદિનીનો જન્મ.
  •   અખો : એક અધ્યયન(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.

      સાહિત્યપલ્લવ ભાગ 1-2-3નું સંપાદન, સ્નેહરશ્મિ સાથે.

      આનંદશંકર ધુવ્રકૃત સાહિત્યવિચારનું સંપાદન, રા. વિ. પાઠક સાથે.


    1942

  • હિન્દ છોડો ચળવળ દરમ્યાન ભૂગર્ભપત્રિકાનું લેખન અને સંચાલન.
  •   આનંદશંકર ધુવ્રકૃત દિગ્દર્શનનું સંપાદન, રા. વિ. પાઠક સાથે.

      બાળાશંકર કંથારિયાકૃત ક્લાન્તકવિનું સંપાદન.


    1944

  • એપ્રિલથી જુલાઈ-સપ્ટેમ્બર 1946 સુધી બુદ્ધિપ્રકાશ ત્રૈમાસિકનું સંપાદન.
  • ડિસેમ્બરમાં મદ્રાસમાં યોજાયેલ અખિલ ભારતીય ઇતિહાસ પરિષદમાં હાજરી. એ નિમિત્તે પત્ની તથા પુત્રી સાથે દક્ષિણ ભારતનો 42 દિવસનો પ્રવાસ.
  •   પ્રાચીના(નાટ્યાત્મક કાવ્યો)નું પ્રકાશન.

  • મહિડા પારિતોષિક, પ્રાચીના માટે.

  • 1945

  • નર્મદ સુવર્ણચંદ્રક, પ્રાચીના માટે.

  • 1946

  • 2 સપ્ટેમ્બરથી ગુજરાત વિદ્યાસભાના અધ્યાપકના સવેતન વ્યવસાયમાંથી સ્વેચ્છાએ રાજીનામું.
  •   આતિથ્ય(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.

      પુરાણોમાં ગુજરાત(સંશોધનગ્રંથ)નું પ્રકાશન.

      આનંદશંકર ધુવ્રકૃત વિચારમાધુરીનું સંપાદન, રા. વિ. પાઠક સાથે.


    1947

  • જાન્યુઆરીમાં સંસ્કૃતિ સામયિક શરૂ કર્યું.
  •   અંતરાય(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન.


    1948

  • પુત્રી સ્વાતિનો જન્મ.
  • નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન માતા અને જ્યોત્સ્નાબેનનાં મામી સાથે ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ અને ઓરિસ્સાની યાત્રા.
  •   સમસંવેદન(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.


    1950

      ઉત્તરરામચરિત(નાટ્યાનુવાદ)નું પ્રકાશન.


    1951

      ગોષ્ઠી(સર્જનાત્મક નિબંધો)નું પ્રકાશન.

      શહીદ(એકાંકી સંગ્રહ)નું પ્રકાશન.

      વરસની શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન.


    1952

  • બેઇજંગિમાં એશિયાઈ તથા પેસેફિક દેશોની શાંતિપરિષદમાં હાજરી આપવા રવિશંકર મહારાજ અને અન્ય સાથે ચીનનો 54 દિવસનો પ્રવાસ.
  • ચીનથી પાછા વળતાં સિંગાપુર, જાવા, બાલી, મલાયા અને શ્રીલંકાનો પ્રવાસ.

  • 1953

  • લોકભારતી શિક્ષણસંસ્થા(સણોસરા, જિ. ભાવનગર)ની સ્થાપનામાં સક્રિય રસ. ત્યાં શરૂઆતના ગાળામાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવાઓ.
  • સંદેશ દૈનિકમાં `સાહિત્યસાધના' કટારનું લેખન, એક વરસ સુધી.
  •   અખાના છપ્પાનું સંશોધન અને સંપાદન.

      બળવંતરાય ઠાકોરકૃત મ્હારાં સોનેટનું સંપાદન.


    1954

  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રારંભથી તેની સામાન્ય સભા (જનરલ કાઉન્સિલ) તથા તેની કારોબારી(એક્ઝેક્યૂટિવ)ના સભ્ય.
  • 21 જૂનથી ગુજરાત યુનિવસિર્ટી(અમદાવાદ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત. તે સાથે જ યુનિવસિર્ટીના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ. 1966માં યુનિવસિર્ટીના કુલપતિ નિમાયા ત્યારે આ બે પદોએ ચાલુ રહ્યા પરંતુ વેતન લેવાનું બંધ કર્યંુ.
  •   વસંતવર્ષા(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.


    1955

  • વેડછી ખાતે ગાંધી વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં દીક્ષાન્ત પ્રવચન.
  • નડિયાદ ખાતે યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના 19મા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખ. એ જ પ્રસંગે પરિષદમુક્તિનું સફળ આંદોલન ચલાવ્યું.
  • `ગંગોત્રી' ટ્રસ્ટની સ્થાપના.
  •   શાકુન્તલ(નાટ્યાનુવાદ)નું પ્રકાશન.


    1956

  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે લલિત અકાદમીના સભ્ય.
  • ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવસિર્ટીઓમાં `જનરલ એજ્યુકેશન'ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે મોકલેલા પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે અમેરિકા-ઇંગ્લેન્ડનો પ્રવાસ.
  • જુલાઈમાં લંડનમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. પાછા વળતાં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટાલી, ગ્રીસ તથા ઇજિપ્તનો પ્રવાસ.

  • 1957

  • તોક્યો-ક્યોતોમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. હીરોશીમાનો પ્રવાસ.
  • અખિલ ભારતીય લેખક પરિષદ, કલકત્તાના વિભાગીય પ્રમુખ.
  • પોતાના નિવાસસ્થાન `સેતુ', 26, સરદાર પટેલ નગર, અમદાવાદ ખાતે સ્થાયી થયા.
  •   ગુજરાતી લોકસાહિત્યમાળા(મણકો-1)નું સંપાદન, અન્ય સાથે.


    1959

  • મુંબઈ યુનિવસિર્ટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં `કવિતાવિવેક' અંગે વ્યાખ્યાનો.
  • કુટુંબ સાથે કુમાઉં પર્વતોનો પ્રવાસ.
  •   ઉઘાડી બારી(નિબંધસંગ્રહ)નું પ્રકાશન.

      અભિરુચિ(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.

      વિસામો(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન, જેમાં ત્રણ અર્ધું બે અને અંતરાયની કેટલીક વાર્તાઓ અને કેટલીક નવી વાર્તાઓ મૂકી જૂના બે સંગ્રહો રદ કર્યા.

      ગુજરાતી લોકસાહિત્યમાળા(મણકો-2)નું સંપાદન, અન્ય સાથે.

      હરિશ્ચંદ્ર ભટ્ટકૃત સ્વપ્નપ્રયાણ(કાવ્યસંગ્રહ)નું સંપાદન.


    1960

      શૈલી અને સ્વરૂપ(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.

      નિરીક્ષા(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.


    1961

  • 13 એપ્રિલે કટકમાં યોજાયેલા ઉડિયાભાષી લેખકોના વાષિર્ક `વિષુવમિલન'માં અતિથિ તથા પ્રમુખ.
  • 7-8 મેએ કલકત્તામાં રવીન્દ્ર જન્મશતાબ્દીના ઉત્સવમાં ભાગ લીધો.
  • વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ દેશભરમાંથી આમંત્રેલી દોઢસો વ્યક્તિઓની 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દિલ્હીમાં યોજાયેલી નેશનલ ઇન્ટિગ્રેશન કોન્ફરન્સ (રાષ્ટ્રીય એકતા સંમેલન)માં એક સભ્ય તરીકે ભાગ લીધો.
  • 5 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી ભારત સરકારના પાંચ લેખકોના પ્રતિનિધિમંડળમાંના એક સભ્ય તરીકે રશિયાનો પ્રવાસ.
  • ડિસેમ્બરમાં નિખિલ ભારત બંગીય સાહિત્ય સંમેલન દ્વારા જોરાસાંકો, કલકત્તા ખાતે યોજાયેલા રવીન્દ્ર જન્મશતાબ્દી અધિવેશનનું ઉદ્ઘાટન.
  •   કવિની સાધના(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.


    1962

  • મૈસૂરમાં યોજાયેલા પી.ઈ.એન.ના 24મા અધિવેશનના વિભાગીય પ્રમુખ.
  • મરાઠી તેમ જ કોંકણી સાહિત્યકારો સાથે સહકુટુંબ ગોવાનો પ્રવાસ.

  • 1963

      શ્રી અને સૌરભ(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.


    1964

  • 17 જાન્યુઆરીએ જ્યોત્સ્નાબેનનું અવસાન.
  • દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની સ્થાપના માટેની ગુજરાત રાજ્યે નીમેલી સમિતિના સભ્ય.
  • મેમાં પુત્રીઓ સાથે ગંગોત્રીની યાત્રા.
  •   શેક્સપિયર(પરિચય પુસ્તિકા)નું પ્રકાશન.


    1965

  • નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સલાહકાર સમિતિના સભ્ય.
  •   મહાપ્રસ્થાન(નાટ્યાત્મક કાવ્યો)નું પ્રકાશન.

  • ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, 1963થી 1965ના ગાળાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ તરીકે મહાપ્રસ્થાન માટે.

  • 1966

  • કેન્દ્રીય ભાષા-સલાહકાર સમિતિના સભ્ય.
  • 30 નવેમ્બરથી 17 નવેમ્બર, 1972 સુધી ગુજરાત યુનિવસિર્ટીના કુલપતિ (વાઇસ ચાન્સેલર).

  • 1967

  • 5 ફેબ્રુઆરીએ માતાનું અવસાન.
  • કન્નડ કવિ પુટપ્પા સાથે 1935થી 1960 સુધીના સમયગાળાની ભારતની શ્રેષ્ઠ સર્જન કૃતિ માટેનો ગ્યાનપીઠ પુરસ્કાર, નિશીથ કાવ્યસંગ્રહ માટે.
  • મરાઠી સાહિત્યસંઘે આજીવન સભ્યપદ તથા સુવર્ણપદક આપીને સન્માન કર્યું.
  • દિલ્હીમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 24મા અધિવેશનના પ્રમુખ.
  •   અભિગ્યા(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.

      પ્રતિશબ્દ(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.

      અખેગીતાનું સંપાદન, રમણલાલ જોષી સાથે.


    1968

  • કવિશ્રી નાનાલાલ પારિતોષિક, 1967ના શ્રેષ્ઠ કાવ્યગ્રંથ અભિગ્યા માટે.
  • 12 એપ્રિલના રોજ કલકત્તામાં આયોજિત અખિલ ભારતીય કવિ સંમેલનના મુખ્ય અતિથિ.
  • ફિલ્મ સેન્સરશિપ તપાસ સમિતિ(1968-1969)ના સભ્ય.

  • 1969

  • બેંગલોર યુનિવસિર્ટી તરફથી ડી.લિટ.ની પદવી.
  •   ગાંધીકથા(ગાંધીજીના જીવનપ્રસંગો)નું પ્રકાશન.

      પ્રેમાનંદકૃત દશમસ્કંધ ભાગ-1નું સંપાદન, હરિવલ્લભ ભાયાણી સાથે.


    1970

  • 3 એપ્રિલથી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત, છ વર્ષ માટે. આ નિયુક્તિ થતાં ગુજરાત યુનિવસિર્ટીના ભાષાસાહિત્ય ભવનના માનાર્હ અધ્યાપક તેમ જ અધ્યક્ષપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ.
  • 4 એપ્રિલે નાગપુર યુનિવસિર્ટીમાં 51મું દીક્ષાન્ત પ્રવચન.
  • સિઓલ(દક્ષિણ કોરિયા)માં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. વચમાં રોકાઈને તાઈવાનમાં એશિયાઈ સાહિત્ય પરિષદમાં ઉપસ્થિત તથા જાપાનમાં ક્યોતોમાં યોજાયેલા એક્સ્પોની મુલાકાત.
  • કુલપતિઓના મંડળના અધ્યક્ષ તરીકે પશ્ચિમ જર્મનીની યુનિવસિર્ટીઓની મુલાકાત.
  • 11 ઓક્ટોબરના રોજ જોધપુર યુનિવસિર્ટી તરફથી ડી.લિટ્.ની પદવી.
  • રાષ્ટ્રીય અકાદમીઓ તથા ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સની રિવ્યૂ કમિટીના સભ્ય (1970-72).

  • 1971

  • 2 ફેબ્રુઆરીએ શાંતિનિકેતનમાં દીક્ષાન્ત પ્રવચન.
  •   કવિતા વાંચવાની કળા(પરિચય પુસ્તિકા)નું પ્રકાશન.

      પ્રેમાનંદકૃત દશમસ્કંધ ભાગ-2નું સંપાદન, હરિવલ્લભ ભાયાણી સાથે.


    1972

  • ગંગોત્રી ટ્રસ્ટ તરફથી `નિશિથ પુરસ્કાર ગ્રંથમાળા'નો આરંભ.
  •   કવિની શ્રદ્ધા(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.

      કાવ્યાયન(વિશ્વ કવિતામાંથી 96 કાવ્યોના આસ્વાદ લેખો)નું સંપાદન.


    1973

  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, કવિની શ્રદ્ધા માટે.
  • સાંસ્કૃતિક વિનિમય યોજના હેઠળ જુલાઈમાં ફ્રાન્સ, હંગેરી તથા પૂર્વ જર્મનીનો પ્રવાસ. પેરિસમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. ઇંગ્લેન્ડની પણ મુલાકાત.
  • ઓક્ટોબરમાં જાપાનમાં ક્યોતોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં હાજરી.
  • ઇન્ડિયન પી.ઈ.એન.ના ઉપપ્રમુખ.
  • સૌરાષ્ટ યુનિવસિર્ટી તરફથી ડી.લિટ્.ની પદવી.
  •   સૌના સાથી સૌના દોસ્ત(ગાંધીકથામાંથી બાળકો માટે તારવેલા કેટલાક પ્રસંગોનો સંચય)નું પ્રકાશન. ભારતની અન્ય ઘણી ભાષાઓમાં પણ તેનો અનુવાદ.

      ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-1નું સંપાદન, અન્ય સાથે.


    1974

      કલાપીનાં કાવ્યોનું સંપાદન.


    1975

  • 22 જુલાઈએ રાજ્યસભામાં કટોકટી પર વક્તવ્ય.
  • ઓક્ટોબરમાં આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડનો પ્રવાસ. ઇમ્ફાલ એકેડેમીમાં `એપિક' વિશે વ્યાખ્યાનો.
  • ગ્યાનપીઠની પ્રવર સમિતિના અધ્યક્ષ, 1977 સુધી.

  • 1976

  • જાન્યુઆરીમાં રવીન્દ્રચર્ચાભવન, કલકત્તા તરફથી `રવીન્દ્રતત્ત્વાચાર્ય'ની ઉપાધિ.
  • માર્ચમાં આંદામાનનો પ્રવાસ.
  • અખિલ હિંદ શરત્ચંદ્ર જન્મશતાબ્દી મહોત્સવ સમિતિના પ્રમુખ.
  •   ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર(પ્રવાસવર્ણન)નું પ્રકાશન.

      ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-2નું સંપાદન, અન્ય સાથે.


    1977

  • દૂરદર્શન અને આકાશવાણીની સ્વાયત્તતા માટેના કાર્યકારી જૂથ(વર્ગીઝ સમિતિ)ના સભ્ય.
  • દિલ્હીમાં ઇકબાલ ઇન્ટરનેશનલ સેમિનારમાં ઉદ્ઘાટન પ્રવચન.
  •   હવેલી(નાટ્યસંગ્રહ)નું પ્રકાશન જેમાં અગાઉના શહીદ નાટ્યસંગ્રહની કેટલીક કૃતિઓ અને કેટલીક નવી કૃતિઓ ઉમેરીને શહીદ નાટ્યસંગ્રહ રદ કર્યો.

      `31માં ડોકિયું(વિદ્યાપીઠ નિવાસ દરમ્યાન લખેલી વાસરી)નું પ્રકાશન.

      હૃદયમાં પડેલી છબીઓ ભાગ-1 અને ભાગ-2(વ્યક્તિચિત્રો)નું પ્રકાશન.

      કેળવણીનો કીમિયો(શિક્ષણ ઉપરના લેખો)નું પ્રકાશન.


    1978

  • સરદાર પટેલ યુનિવસિર્ટી, વલ્લભ વિદ્યાનગર તરફથી ડી.લિટ્.ની પદવી.
  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ, 1983 સુધી.
  • માર્ચમાં મદ્રાસમાં કુપ્પુસ્વામી સંસ્કૃત સાહિત્ય અકાદમીના સુવર્ણ મહોત્સવમાં અધ્યક્ષ.
  • સપ્ટેમ્બરમાં રશિયામાં તોલ્સતોયની દોઢસોમી જન્મજયંતીના અનુલક્ષમાં યોજાયેલા સમારંભમાં ત્યાંના લેખકસંઘના નિમંત્રણથી ભાગ લીધો.
  • ચંદીગઢ યુનિવસિર્ટીના બાબા ફરીદ મધ્યકાલીન અધ્યયન વિભાગના ઉપક્રમે અખા વિશે અંગ્રેજીમાં બે વ્યાખ્યાનો.
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યૂનિકેશન, દિલ્હીના અધ્યક્ષ.
  • સભ્ય, નેશનલ બુક ટ્રસ્ટ.
  •   શિવસંકલ્પ(નિબંધસંગ્રહ)નું પ્રકાશન

      સમયરંગ(સંસ્કૃતિમાં આ શીર્ષક હેઠળ લખેલી સાંપ્રત સમયના બનાવો વિશેની નોંધોનો સંગ્રહ)નું પ્રકાશન.

      ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-3 નું સંપાદન, અન્ય સાથે.


    1979

  • સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ.
  • સપ્ટેમ્બર 1979થી સપ્ટેમ્બર 1982 સુધી વિશ્વભારતી, શાંતિનિકેતનના આચાર્ય (ચાન્સેલર).
  • આચાર્ય ક્ષિતિમોહન જન્મશતાબ્દી સમિતિ, કલકત્તાના પ્રમુખ.

  • 1980

  • બંને પુત્રીઓ સાથે યુરોપના ચૌદ દેશોની યાત્રા.
  • સંસ્કૃતિ માસિક મટીને ત્રૈમાસિક બન્યું.

  • 1981

  • મે-જૂનમાં રશિયાના લેખકસંઘના નિમંત્રણથી તેના સંમેલનમાં હાજરી.
  • 14-16 સપ્ટેમ્બર બુલ્લે શાહ અને પૂરણસંહિ વિશેના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન-પ્રવચન.
  • `વિશ્વગુર્જરી' ગૌરવ પુરસ્કાર.
  • આધુનિક મહાન ચીની લેખક લુ શુનની જન્મશતાબ્દી પ્રસંગે ચીનના લેખકસંઘના નિમંત્રણથી ત્યાંનો પ્રવાસ.
  • સ્વ. લીલા રાય સ્થાપિત જયશ્રી સામયિકની સુવર્ણજયંતી મહોત્સવ સમિતિ, કલકત્તાના અધ્યક્ષ.
  • ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય કાલિદાસ ગોષ્ઠિ સપ્તાહની અધ્યક્ષતા.
  • જબલપુર યુનિવસિર્ટી તરફથી ડી.લિટ્.ની પદવી.
  • ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં દીક્ષાન્ત પ્રવચન.
  •   ધારાવસ્ત્ર(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.

      સપ્તપ્દી(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.

      સમગ્ર કવિતા 1931-1981(કુલ દસ કાવ્યસંગ્રહોનું સંકલન)નું પ્રકાશન.

      પ્રતિભા અને પ્રતિભાવ(ગુજરાતી કવિતામાંથી 60 કાવ્યોના આસ્વાદ લેખો)નું સંપાદન.

      ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4નું સંપાદન, અન્ય સાથે.


    1982

  • મ. સ. યુનિવસિર્ટીના ઉપક્રમે મહારાજા સયાજીરાવ મેમોરિયલ લેક્ચર્સ : પ્રેમાનંદ વિશે વ્યાખ્યાનો.
  • વિશ્વભારતી, શાંતિનિકેતન તરફથી `દેશિકોત્તમ'ની પદવી.
  •   શબ્દની શક્તિ(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.


    1983

  • સભ્ય, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા.
  • મેનેઝીઝ બ્રેગાન્ઝા ઇન્સ્ટિટ્યૂટ, ગોવાના માનાર્હ સભ્ય.

  • 1984

  • સંસ્કૃતિ સ્વેચ્છાએ બંધ કર્યું.
  •   સર્જકની આંતરકથા(46 ગુજરાતી સર્જકોની કેફિયતો)નું સંપાદન.


    1985

  • મહાકવિ કુમારન્ આશન્ પારિતોષિક.
  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના મહત્તર સદસ્ય (ફેલો) તરીકે નિયુક્તિ.
  • ઇન્ડિયન પી.ઈ.એન.ના પ્રમુખ.
  • 13-14 માર્ચ : મદ્રાસમાં સંસ્કૃત એકેડેમીના ઉપક્રમે મહાભારત પર વ્યાખ્યાનો.
  • ડિસેમ્બરમાં વેડછીમાં યુદ્ધવિરોધી આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સ્વાગત પ્રવચન.
  •   યુરોપયાત્રા(પુત્રીઓ નંદિની અને સ્વાતિ સાથે લખેલા પ્રવાસપુસ્તક)નું પ્રકાશન.


    1986

  • ફેબ્રુઆરીમાં અસમ સાહિત્યના કામપુર સંમેલન(આસામ)ના મુખ્ય અતિથિ.
  • એપ્રિલમાં ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમીના આમંત્રણથી અમેરિકા તથા કેનેડાની મુલાકાત.
  •   ઇસામુ શિદા અને અન્ય(વ્યક્તિચિત્રો)નું પ્રકાશન.

      નિશ્ચેના મહેલમાં(ભજનોના આસ્વાદ)નું પ્રકાશન.


    1987

  • ઇન્ડિયન નેશનલ કમ્પેરેટિવ લિટરેચર એસોસિયેશનના અધ્યક્ષ.
  •   કાલિદાસ(પરિચય પુસ્તિકા)નું પ્રકાશન.


    1988

      Kalidasa's Poetic Voice(વલ્લતોળ સ્મારક વ્યાખ્યાનો)નું પ્રકાશન.

      ઈશાવાસ્ય ઉપનિષદ(વિવરણ)નું પ્રકાશન.

      પ્રેમાનંદ(પરિચય પુસ્તિકા)નું પ્રકાશન.

      Indian Literature: Personal Encounters(ભારતીય સાહિત્ય વિશે અંગ્રેજીમાં લખેલા લેખો)નું પ્રકાશન.

      An Idea of Indian Literature(સાહિત્ય અકાદમી સંવત્સર વ્યાખ્યાનો)નું પ્રકાશન.

  • 19 ડિસેમ્બર, સોમવાર (માગશર સુદ 11, વિ. સં. 2045) સાંજે મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ફેફસાંના કેન્સરથી અવસાન.

  • 1989

  • વડોદરાની પ્રેમાનંદ સભા તરફથી `પ્રેમાનંદ સુવર્ણચંદ્રક' (મરણોત્તર).

  • મરણોત્તર પ્રકાશનો


    1994

      ચીનમાં 54 દિવસ (1952માં કરેલી ચીનની યાત્રાની વાસરી)

      યાત્રી (પ્રવાસવર્ણનો)

      સર્જકપ્રતિભા-1 (વિવેચન)

      સર્જકપ્રતિભા-2 (વિવેચન)

    1995

      જીવનનો કલાધર (ગાંધીજી ઉપર લખાણો)

    1997

      મસ્ત બાલ : કવિ જીવન

      કવિતાવિવેક (વિવેચન)

      કાવ્યાનુશીલન (વિવેચન)

    1999

      થોડુંક અંગત (આત્મકથનાત્મક લખાણો)

    2004

      શેષ સમયરંગ (સમયરંગમાં સમાવવા રહી ગયેલાં લખાણો)

      કાવ્યાનુવાદ (એમણે કરેલા કાવ્યોના અનુવાદ)

    2009

      પત્રો (1928-1950)

    2011

      '31માં ડોકિયું (સંવધિર્ત આવૃત્તિ)

      પત્રો : 2 (1951-1970)

      જગત-રંગ (રાજકારણ, ધર્મ, સંસ્કૃતિ વિશે લખાણો)

      શેષ વાર્તાઓ

      શેષ નાટકો

    હવે પછી

      શેષ કાવ્યો

      પત્રો:3 (1971-1988)

     

    This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]